ચાલો ઠીઠીયા કાઢીએ - 12

  • 4k
  • 1
  • 1.6k

ભાગ - ૧૨વાચક મિત્રો,આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,નવી કંપની પર, ઉઘરાણી માટે ગયેલ અડવીતરાના આજનાં, ઉથલ-પાથલવાળા કારસ્તાનથી, એ બરોડાવાળી કંપનીના સમગ્ર સ્ટાફની સાથે-સાથે, બોઘાટા પાડી ગયેલ, એ કંપનીના શેઠે, આગળ જતા, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, જોકે તેમનો હાલનો સમય તો એવોજ કંઈક ઈશારો કરી રહ્યો હોવાથી, તે કંપનીના મેનેજરને, આ માથા ફરેલ અડવિતરાને પહોંચી વળવા માટે, એ જે કંપનીમાંથી આવ્યો હતો, તે કંપનીનાં બોસની સાથે-સાથે,પોલીસ ખાતામાં, ફાયર બ્રિગેડ વિભાગમાં, એમ્બ્યુલન્સ સેવામાં, અને જરૂર પડે તો, સબવાહિની માટે પણ ફોન કરવાં એક લીસ્ટ આપે છે.જોકે સવારથી ધુઆ ફુઆ થઈ ગયેલ મેનેજર, શેઠે આપેલ આ લીસ્ટ જોઈને, એક્વાર તો એને લગભગ ગોળ ગોળ ચક્કર પણ આવી જાય છે.કેમકે, આજે