પ્રીતનું વાવેતર......******* આજે એ ભાઈ ભાભી સાથે.પ્રથમ વખત સૂરત જઈ રહી હતી.આજ સુધી સુરતની વાતો ખૂબ સાંભળી હતી.બસમાં રિઝર્વેશન કરી દીધું હતું. રાતની બસમાં સફર ખેડવાની હતી.ભાભી કહેતી કે સુરતમાં મસ્ત મસ્ત સાડી માર્કેટ,ઉભરાટ નો દરિયો,ડુમ્મસની દરિયા કિનારાની મોજ.હોડીમાં કોઈ દિવસ બેઠી નથી,પરંતુ ભાભી કહેતી કે ખૂબ મજા આવે.એય.. ને... આ બંધનમાંથી મુક્ત મને પોતાના પ્રેમી સાથે હાથમાં હાથ પકડી ટહેલવાની તો મજા જ મજા.પોત-પોતાના પ્રેમીને લઇને રવિવારે કે વાર તહેવારે સુરતી પ્રજા એન્જોય કરવા દમણ,દીવ,મુંબઈ,સાપુતારા નીકળી પડે.તે જોવાની નણંદબા મને તો ખૂબ મજા પડી જાય છે. આ વખતે ભાભીના મોઢે રૂઢિચુસ્ત બાપને મનાવી લીધા હતા.બાકી "સેજલ" ને સ્હેજેય બાજુના ઘેર