૧૦૧મો જન્મ મનમાં ઉઠેલા વિચારોના વમળોને હજી પણ સંતોષ મળે એવો કોઈ કિનારો નહતો મળ્યો. આ દુઃખ, વેદના, કષ્ટ, પીડા અને એકલતાનું કોઈ ઠોસ કારણ નહતું મળ્યું. હજી પણ મન એજ પ્રશ્ન પર અટક્યું હતું કે આખરે એવી તે કેવી, ક્યારે અને ક્યાં ચૂક થઈ ગઈ હશે જેનું આવું માઠું પરિણામ! અને એ આટલાં દિવસ ભોગવી છૂટયા પછી પણ દેહની ના સહી પણ આ ચિત્તની પણ પીડા શાંત કેમ ના થઈ શકી? ક્યારેય પરસ્ત્રી માટે મનમાં કામભાવ જાગ્યો નથી. ક્યારેય પરધન માટે લાલચ થઈ નથી. ક્યારેય દુશ્મન માટે પણ કોઈ દ્વેષભાવ જાગ્યો નથી. કોઈ મોહમાયા મને વ્યાપી નથી. ક્યારેય કોઈ