ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-58

(40)
  • 3k
  • 3
  • 1.6k

શિના લવને આમ આવેલો જોઇને ખૂબજ ડરી ગઇ.તેણે પોતાની જાતને દોષ આપ્યો. "શું જરૂર હતી,આટલા મોટે મોટેથી પ્રાર્થના કરવાની?મનમાં પ્રાર્થના કરી હોત તો આ બધો પ્રોબ્લેમ ના થાત.પહેલાથી એલ્વિસ અને કિઆરાના પ્રેમના મમ્મીજી વિરોધી છે અને હવે તેમા એક વધુ ઉમેરાશે.લવને તો આ સંબંધ બિલકુલ નહીં ગમે."શિના મનોમન પોતાની જાતને દોષ દેતા બોલી. "તું જે પણ બોલી તેમા મને કઇ જ ખબર ના પડી પણ બે શબ્દોએ મને અહીં આવવા અને તને પ્રશ્ન પૂછવા પર મજબૂર કર્યો.એક તો કિઆરા અને બીજો શારીરિક સંબંધ.આ જે કઇપણ વાત છે તે મારી દિકરી કિઆરાને સંબંધિત છે જે જાણવાનો મને પૂરો અધિકાર છે.ચલ,રૂમમાં બેસીને