નેહડો ( The heart of Gir ) - 17

(32)
  • 5.5k
  • 1
  • 3.1k

રાત વધુને વધુ ઘેરી થતી જતી હતી. તેની સાથે સાથે નેહડામાં ચિંતાનો ભરડો ભીંસાતો જતો હતો. રાજીનાં મનમાં વિચારોનું વમળ ચાલી રહ્યું હતું. તે બેચેન બની ઘડીકમાં ખાટલે બેસે તો ઘડીકમાં ઊભી થઈ જતી હતી. ચિંતામાં તેનું ગળું સુકાવા લાગ્યું હતું. રામુ આપાને શું કરું તે સમજાતું ન હતું. આટલા વર્ષોમાં ગેલો આમ તેને કહ્યા વગર ક્યાંય નીકળ્યો નથી. તે પોતાના હાથમાં રહેલી ટોર્ચ ઘડી ઘડી ચાલુ કરી પ્રકાશ ચારેબાજુ ફેરવ્યાં કરતા હતા. ઝીણીમા પણ અજંપામાં ધ્રુજવા લાગ્યા, "તમી હૂ બેહી ગ્યા સો. બત્તી લયને આઘેરેક જોયા'વો તો ખરા. ગેલો જંગલમાં તો નહીં