ચોર અને ચકોરી - 6

(12)
  • 4.2k
  • 1
  • 2.6k

(અંબાલાલની હવેલીમાં ખજાનો છે એવી લોકવાયકા સાંભળીને જીગ્નેશ એ ખજાનો લૂંટવા દૌલતનગર આવે છે. ગેસ્ટહાઉસમાં ખોદકામ કરે છે પણ કંઈ હાથ નથી લાગતું. અને ગેસ્ટહાઉસથી પાછો જતો હોય છે ત્યાં અંબાલાલને ચકોરી ઉપર જુલ્મ કરતા જુવે છે...હવે આગળ.....) અંબાલાલની આવી ક્રૂર વાણી સાંભળીને જીગ્નેશનું લોહી ઉકળી ઉઠ્યું. એકજ ઝાટકે એણે છાપરા પરથી ચાર નળિયાં ઉડાડયા. નીચે અંબાલાલ અને એના બેવ ચાકરો કંઈ સમજે એ પહેલા.'જય મહાદેવ' નો એણે જય ઘોષ કરીને એણે છાપરેથી સીધી અંબાલાલ ઉપર છલાંગ લગાવી.એનું શરીર એણે અંબાલાલ ઉપર પાડ્યું અને એના પગ બન્ને રાખેવાળો ની છાતીમાં એણે ફટકાર્યા. રાખેવાળો ઓરડાના દરવાજા સાથે જઈ ભટકાયા.