સાતમું અસમાન - 2

  • 4k
  • 1.8k

જો મેડમ , તમે કામ કરવામાં જેટલી વધારે વાર લગાડશો એટલું જ વધુ એણે સહન કરવું પડશે." - વિરાટે પોતાના અવાજમાં બને એટલી સલૂકાઇ દાખવીને તોછડા અંગ્રેજી અવાજમાં કહ્યું અને નોકિયાનાં જુનવાણી ફોનનું લાલ બટન દબાવીને ફોન કાપી નાખ્યો.આ ફોન એની પર્સનાલીટીથી જરા પણ મેચ કરતો ન હતો. "જુનેદ , આ બૈરાઓની બુદ્ધિ ખરેખર ઘૂટણીંયે હોય છે . કેટલી સમજાવીને મોકલી હતી એને , છતાં એક નાનકડું કામ કરવામાં આટલી વાર લગાડે છે શાલી .."લાકડાનાં સડી ગયેલા ટેબલ પર નોકિયાનો ફોન પછાડતાં એના મોઢે ગંદી ગાળ આવી ગઈ. વિરાટની વાતોથી બેધ્યાન જુનેદ એની અમીરાઈનો તાગ લગાવવા મથી રહ્યો હતો. વિરાટનાં