બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 16 - શિક્ષક દિવસની ધમાલ - 2

  • 2.9k
  • 1.2k

સોહમ અને એની ગેંગ હવે એક પણ તક છોડવા માંગતા નહોતા આર્યને પરેશાન કરવા માટે. હજુ તો ક્લાસ ની શરૂઆત જ થઈ હતી અને એ લોકોએ અવનવી રીતથી આર્યને ક્લાસમાં પરેશાન કરી આખા ક્લાસમાં એનો મજાક બનાવી મૂક્યો હતો, પણ આર્ય શાંતિથી એનો સામનો કરી રહ્યો હતો. બધા છોકરાઓને શાંત કરતો આર્ય પાછો પોતાની બુક ખોલી ભણાવવા લાગે છે, ત્યાંજ બુક હાથમાં લેતાંજ બુકની વચ્ચેથી ગરોળી નીચે આર્ય ના પગ પર પડે છે. એકદમ બુકમાંથી આમ ગરોળી નીચે પડતા, આર્ય પહેલા તો ગભરાઈ જાય છે, પણ થોડી વાર થયા બાદ ગરોળી નું હલનચલન ન થતા આર્ય જોવે છે તો એ નકલી