બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 14 - એક અજનબી - 3

  • 2.8k
  • 1.2k

આપણે આગળના ભાગમાં જોયું કે, આર્ય અને એની સુપર ગેંગને સોસાયટીમાં ભાડે રહેવા આવેલ આજનબી માણસ શંકાસ્પદ બાબતમાં સંડોવાયેલો લાગ્યો, પણ એની વિરુદ્ધ કોઈપણ જાતના સબૂત વગર કંઈ કરી શકે એમ નહોતા, માટે બધાએ વારાફરથી તે માણસના ઘર પર નજર રાખવાનું નક્કી કર્યું હતું, હવે આગળ..થોડા દિવસ સુધી કોઈ ખાસ હિલચાલ જોવા ના મળી, પરંતુ એક દિવસ રાહુલને પેલો માણસ, જે સૌપ્રથમ આર્યની સાથે અથડાઈને પછી ભાગ્યો હતો એ રમણીક ભાઈ ના ભાડેથી આપેલા ઘરમાં જતો જોવા મળ્યો, રાહુલે તરત જ આર્ય અને બાકીના બાળકોને ભેગા કર્યા, અને બધાએ સંતાઈને જોયું કે તે માણસ ખૂબ સાવધાનીથી આજુબાજુ જોઈને પછી ઘરમાંથી બહાર