સાધના...

  • 3.1k
  • 1
  • 1.4k

साधना.....કરિયાવરમાં તેના બાપે ગાડાં ભરી ભરીને આપેલું છતાં સાસરિયામાં સાધનાની સાચી સાધના કોઈને ના ફળી.સાધના જ્યારથી પરણીને સાસરી ગઈ ત્યારથી તેના બાપને કહેતી કે આટલો બધો કરિયાવર ના આપો.મને આપવું હોય તો હજુ ઘણા દિવસ વરસ પડેલાં છે.તમતમારે પછી આપજો.કેમકે મારી સાસરી વાળા લાલચી વધુ લાગી રહ્યાં છે.તમેં મારી સગાઇ ત્યાં કરી છે ત્યારથી તે લિસ્ટ બનાવી રાખ્યું છે કે આટલી વસ્તુ આપણા ઘરમાં નથી.સરગમની ઘણી બધી વાતોમાં મને અણસાર વરતાઈ રહ્યો છે કે આ લોકો માણસાઈના નહીં રૂપિયાના પૂજારી લાગે છે..સાધનાના બાપ સાધનાની વાત કાપતાં બોલ્યા કે આપણું ખોરડું સમાજમાં ખૂબ મોટું છે.અને તું પાછી મારી એકની એક દીકરી