ડરનું તાંડવ - ભાગ 9

(25)
  • 3.5k
  • 4
  • 2.1k

ડરનું તાંડવ ભાગ-9 ઇંટનો જવાબ પત્થરથી ઇન્સ્પેક્ટર પટેલ, હરમન, સંજય અને જમાલ ચારેજણા તેજપાલ રાજવંશના સસરા દીપકભાઇના ઘરે પહોંચ્યા. એ વખતે દીપકભાઇ સોફા પર બેઠા હતાં અને એમનો એક પગ સોફા ઉપર હતો અને એમનો લકવાગ્રસ્ત એક પગ ખુરશી ઉપર હતો. ઇન્સ્પેક્ટર પટેલે પોતાના આવવાનું કારણ એમને જણાવ્યું અને તેજપાલ રાજવંશના ખૂન બાબતે થઇ રહેલી તપાસમાં સહકાર આપવા કહ્યું હતું. "મારી દીકરીનું જ્યારે ખૂન થયું ત્યારે તો પોલીસે પૂરી તપાસ કર્યા વગર એણે આત્મહત્યા કરી છે એવું કહી દીધું હતું અને હવે એના હત્યારાના ખૂન વિશે તપાસ કરવા પોલીસ આટલી બધી સક્રિય છે એ જાણીને નવાઇ લાગે છે. તેજપાલ