ડરનું તાંડવ ભાગ-7 તેજપાલ રાજવંશના ખૂનીની શોધ પોલીસ અને ફોરેન્સિક ટીમની કાર્યવાહી પૂરી થતાં તેજપાલ રાજવંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. "હરમન, ઇન્સ્પેક્ટર પટેલ કાલથી તેજપાલ રાજવંશની જે લોકો હત્યા કરી શકે એ લોકોને એની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે અને મને અને તને પોલીસ સ્ટેશનમાં એમની પૂછપરછમાં સહયોગ આપવા માટે સવારે સાડા દસ વાગે હાજર રહેવાનું કીધું છે. એ એવું પણ કહેતા હતાં કે હરમનની વાત સાચી નીકળી, કેસ ખરેખર ખૂબ પેચીદો અને ગરમ છે." સંજયે હરમનને કહ્યું હતું. "સારું, તો કાલે સવારે હું પોલીસ સ્ટેશન હાજર થઇ જઇશ. પરંતુ ઇન્સ્પેક્ટર પટેલને કહેજે કે મને