( 19 ) “હેલ્લો મિસ્ટર દેશમુખ, માયસેલ્ફ કાશ્મીરા ખન્ના.” કાશ્મીરાએ દેશમુખ સાહેબને પોતાનો પરિચય આપતા કહ્યુ. “નાઇસ ટુ મીટ યુ મેડમ, પ્લીઝ હેવ અ શીટ.” “થેન્ક યુ, દેશમુખ સાહેબ.” “સર, આ અમારી મુંબઇ બ્રાન્ચના ઇન્સ્યોરન્સ પેપર્સ અને જરૂરી કાગળો છે, પ્લીઝ તમે ચેક કરી લો અને કાંઇ પણ પેપર્સની ઘટ હોય તો કહો.” સુબ્રતોએ ફાઇલ આપતા કહ્યુ.. મિસ્ટર દેશમુખ બહુ ચિવટથી ફાઇલ અને તમામ પેપર્સ અને ભરેલા પ્રિમીયમની રિસીપ્ટ અને એ બધુ ચેક કરવા લાગ્યા. આ બાજુ કાશ્મીરા બહુ શ્યોર હતી કે તેમનો ક્લેઇમ આરામથી પાસ થઇ જ જશે. “મેડમ, જરૂરી તમામ પેપર્સ ફાઇલમાં ઉપલબ્ધ છે