પ્રકરણ-૧૮ “ઓહ માય ગોડ.” મુંબઇ બ્રાન્ચ અને ગોડાઉનની હાલત જોઇ કાશ્મીરા અંદરથી હચમચી ગઇ હતી, બહુમૂલ્ય કાપડના ત્રણ ગોડાઉન આગમાં બળીને ભડથુ થઇ ગયા હતા અને બ્રાન્ચમાંથી પણ અમૂક કિંમતી ફાઇલ્સ ગાયબ હતી અને બ્રાંચમાં પણ બહુ ભારે નુકશાન થયુ હતુ. “સુબ્રતો અંકલ, આ બધી મેટરની પાપાને જાણ કઇ રીતે કરવી? તે તૂટી પડશે. કરોડોનું નુકશાન એ બરદાસ્ત નહી કરી શકે.” “મેડમ, આગ રાત્રે લાગી પણ કઇ રીતે આગ લાગી તેની તપાસમાં કાલથી તંત્ર દોડતુ થયુ છે પણ હજુ તેની પાછળના સ્પષ્ટ કારણો તે શોધવામાં નિષ્ફળ રહી છે, પહેલા મે સરને કોલ કર્યો હતો પછી તમને પણ કોલ