( ૧૬ ) “અટેન્શન લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઇ હેવ અન અટેન્શન પ્લીઝ. તમે લોકો જેને મળવા માટે ઉત્સુક છો તે ઘડી આવી ચૂકી છે, ઇશાન,પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.” કાશ્મીરાએ જેવુ એનાઉન્સ કર્યુ કે ધડાકાભેર સ્ટેજ પરથી વચ્ચેનો ભાગ ખુલ્લો થઇ ગયો અને નીચેથી ઇશાન ઉપર સ્ટેજ તરફ આવતો બધા જોઇ રહ્યા. ખુબ ધીમે ધીમે ઇશાન ઉપર સ્ટેજ તરફ આવી રહ્યો હતો અને બધા લોકો તાળીઓના ગડગડાટથી તેને વધાવી રહ્યા હતા. ઇમ્પોર્ટેડ શુટ બુટમાં સજ્જ ઇશાન રાજકુમાર જેવો લાગતો હતો. ચહેરા પર રાજસી રૂઆબ અને હળવી સ્માઇલ સાથે તે બધાના અભિવાદન કરી રહ્યો હતો, સ્ટેજ પર આવતા જ ઇશાનને