ભાગ-૯ “મીસ્ટર રોહન, બ્રીલીયન્ટ આઇડીયા. મને આ પ્રોડક્ટને આ રીતે પ્રેઝન્ટ કરશો તેવો જરા પણ ખ્યાલ ન હતો. આપણી આ એડવર્ટાઇઝ ખુબ ધુમ મચાવશે.” મીટીંગમાં સુરેશ ખન્નાએ રોહને બનાવેલી એડ જોતા જ તેને શાબાશી આપતા કહ્યુ. “થેન્ક્સ સર.” “ગુડ જોબ યંગ મેન. આઇ એપ્રીસીયેટ યોર વર્ક. તમને તમારી કુનેહનું યોગ્ય વળતર મળશે જ.” મીટીંગમાં બધાની વચ્ચે સુરેશ ખન્નાના મોઢે રોહનના આટલા વખાણ સાંભળી બધા દંગ રહી ગયા કારણ કે સુરેશ ખન્ના આસાનીથી કોઇના વખાણ કરતા નહી. છ મહીનામાં જ રોહનને તગડુ બોનસ અને પુરસ્કાર ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યુ. દિન-પ્રતિદિન રોહન તેની કામ કરવાની કુનેહ અને પ્રામાણીકતાથી સુરેશ ખન્ના અને કાશ્મીરાના