ભજિયાવાળી - 14

(19)
  • 5.5k
  • 2.1k

એકવાર પાસપોર્ટના કામથી હું રાજકોટ આવેલો અને ત્યારે એકલો બાઈક લઈને ફર્યો હતો અને હવે ઘણાં સમય પછી આમ બાઈક પર, અને એમાંય ગ્રીષ્મા સાથે તો પહેલીવાર જ ! રાજકોટ શહેરમાં બપોર આથમીને સાંજ ઉગવાની તૈયારીમાં હતી. ચાની હાટડીઓ પર ટોળે વળી ચા પીતા પીતા સાંજનું પેપર વાંચતા માણસો. ચોકે ચોકે ગાંઠિયાની સોડમથી મહેકતું વાતાવરણ. આ બધું જ રાજકોટને વ્યાખ્યાયિત કરતું હતું. ગ્રીષ્માનો દુપટ્ટો હવાના કારણે મારા ખભે આવી જતો અને એ શરમાતી એને પાછો ખેંચી લેતી અને આમ વળવાનું છે એમ કહીને રસ્તો બતાવતી ! અમે લગભગ અડધે રસ્તે પહોંચ્યા હતા ને ત્યારે ભાઈનો કૉલ આવ્યો. 'ગૌરવ ક્યાં છે