નેહડાવાસીને પોતાનાં માલઢોર જીવથી પણ વધારે વ્હાલાં હોય છે. તેમનું સમગ્ર જીવન માલ ઢોર આધારિત હોય છે. તેનાં માલઢોર સાજા નરવા હોય તો તે ખુશ અને તેને કોઈ તકલીફ પડે એટલે તે નાખુશ. માલધારીઓ દિવસ રાત તેનાં માલઢોરને ખવડાવવા પીવડાવવાની ચિંતામાં જ હોય છે. જંગલમાં ઘાસ સારું હોય તો ગાયો ભેંસો ખૂબ જ ધરાઈને આવે. આવા સારા સમયે ગોવાળિયાઓ ગાયો ભેંસો ચરાવતા ચરાવતા દુહા, ગીતો લલકારી પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. એક ગોવાળીયો દુહો લલકારે,ડણકે ને જ્યાં ગાજે ડુંગરા, નદીએ સેંજલ નીર. જ્યાં પાણે પાણે વાતુ પડી, એવી ગાડી અમારી ગીર. આ દુહાનો