એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૯

  • 4.2k
  • 2k

દેવે નકુલને કહ્યું,"નિત્યાને ફોન આપ" નકુલે નિત્યાને ફોન આપ્યો.નિત્યાએ થોડી દૂર જઈને દેવ સાથે વાત કરીને ફોન મુક્યો.બધા નિત્યાની સામે જોઈ રહ્યા હતા.બધા જાણવા માંગતા હતા કે દેવે નિત્યા સાથે શું વાત કરી. બધાને આમ પોતાની સામે તાડતા જોઈને નિત્યા બોલી,"આમ શું જોવો છો બધા" "શું કહ્યુ દેવે?"નકુલથી રહેવાયું નહીં તેથી તેને પૂછ્યું. "અત્યારે તમે લોકો જઈ આવો,એક વીક પછી આપણે બધા સાથે જઈશું"નિત્યાએ જવાબ આપતા કહ્યું. "દેવે ના કહ્યું કે તારી જ ઈચ્છા નથી?"સલોનીએ પૂછ્યું. "મારી જ ઈચ્છા નથી અને દેવને પણ કોલેજનું કંઈક કામ પેન્ડિંગ છે એ કરે છે સો..........." "ઓકે ધેન તમારા બંનેની જ ના છે તો