પ્રાયશ્ચિત - 74

(89)
  • 7.9k
  • 5
  • 6.7k

પ્રાયશ્ચિત પ્રકરણ 74આજે પૂર્ણિમા હતી. કેતન વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી ગયો. આજે નવા ઘરમાં પ્રસ્થાન હતું. ધ્યાનમાં બેસીને કેતને સ્વામીજીને દિલથી પ્રાર્થના કરી કે નવા ઘરમાં એનું સાચું પ્રાયશ્ચિત પૂરું થાય. નવી દિશા મળે. સેવાની પ્રેરણા મળે.નાહી ધોઈને ફ્રેશ થઈને એણે મમ્મી પપ્પાને પણ ફોન કર્યો અને એમના પણ આશીર્વાદ લીધા. સવારે સાડા સાત વાગ્યે દક્ષામાસી પણ આવી ગયાં. એમણે ચા બનાવી દીધી. આજે રસોઈ નવા ઘરમાં બનાવવાની હતી અને રસોઈનો તમામ સામાન અને વાસણો પણ ગઈકાલે સાંજે નવા બંગલામાં શિફ્ટ કર્યાં હતાં. ૮ વાગે મનસુખ માલવિયા પણ આવી ગયો. ત્રણ બેગ પેક કરી દીધી હતી. બીજો કોઈ સામાન હતો