આ જનમની પેલે પાર - ૧૮

(35)
  • 4.5k
  • 2.7k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૮હેવાલી મેવાનને દરવાજો ખખડાવ્યા વગર આરપાર થઇને રૂમમાં પ્રવેશતા જોઇ ગભરાઇ ગઇ હતી. તેને એ મેવાન છે એવો ખ્યાલ આવ્યો નહીં. એણે ડર સાથે બાજુમાં મૂકેલી સ્ટીલની ફૂલદાની એના તરફ ફેંકી હતી. રાતના ભેંકાર ભાસતા વાતાવરણમાં ફૂલદાનીના 'ખડિંગ... ખડિંગ' અવાજથી એ પોતે પણ થથરી ગઇ હતી. મેવાનની આ હરકતની એના પર કોઇ અસર થઇ ન હતી. તે નજીક આવ્યો ત્યારે હેવાલી એને જોઇને નવાઇ પામી.મેવાન શાંત અને સંયત સ્વરે બોલ્યો:'હું મેવાન છું. તારો જન્મોજનમનો સાથી. ભૂલી ગઇ મને? કાલે રાતે જ સપનામાં આપણી વાત થઇ હતી ને?''મેવાન! હા, હું તારી જ રાહ જોઇ રહી હતી. પણ