ગંધર્વ-વિવાહ. - 12 - છેલ્લો ભાગ

(138)
  • 8.3k
  • 5
  • 3.8k

પ્રકરણ-૧૨. પ્રવીણ પીઠડીયા.               સહમી ગયો રાજડા. ભગવાનનાં નામની એક છેલ્લી આશા જન્મી હતી એ પણ રસાતાળ ભણી ધસી ગઈ હતી. તેની સમજ બહેર મારી ગઈ કે આવું કેમ બને…? શું ભગવાન કરતા શૈતાન મોટો બની ગયો છે..? શું હનુમાન ચાલિસા કામ નહી કરે…? ઘણી હિન્દી હોરર ફિલ્મોમાં તેણે અંત સમયે કોઈ કારી કામ ન આવે ત્યારે હનુમાન ચાલિસા જ કારગત નિવડતી જોઈ હતી. તો અત્યારે કેમ નહી…? હનુમાનજી મહારાજથી તો ભલભલા ભૂત-પલિતોને ઉભી પૂંછડીએ ભાગવું પડે, પછી ભલે એ ગમે એટલો શક્તિશાળી મલિન આત્મા હોય કે ભયાનક શૈતાન કેમ ન હોય. તેણે હંમેશા