ડરનું તાંડવ - ભાગ 2

(33)
  • 4.2k
  • 2
  • 3k

ડરનું તાંડવ ભાગ-2 ડરના સબૂતો સુરેન્દ્ર મજમુદારની તર્કસભર વાત સાંભળી હરમન વિચારમાં પડી ગયો હતો. હજી હરમન કોઈ સવાલ સુરેન્દ્રભાઈને પૂછે એ પહેલાંજ એમણે એમની વાત આગળ વધારી હતી. “મારી પાસે બીજો પણ એક સબૂત છે એ વાતનો કે મારો ડર સાચ્ચો છે એ વાત મારી પાસેના એ સબૂત દ્વારા સાબિત થઇ જશે. આ જુઓ મારા મોબાઈલની અંદરની CCTV ફૂટેજમાં રેકોર્ડ થયેલ વિડીઓ કલીપ જોતાં તમને ખબર પડી જશે કે પરમ દિવસે રાત્રે એક વાગે આ નકાબધારી માણસને એણે મારા બંગલામાં મારું ખૂન કરવા માટે મોકલ્યો હતો. પરંતુ CCTV કેમેરા અને સિક્યુરીટી ગાર્ડને જોઈને એ માણસ પાછો ભાગી ગયો.”