ડરનું તાંડવ - ભાગ 1

(36)
  • 6.6k
  • 6
  • 3.7k

ડરનું તાંડવ ભાગ-1 વિચિત્ર કેસ હરમન એની ઓફિસમાં દાખલ થયો ત્યારે વેઇટીંગ એરિયામાં 50 વર્ષની આસપાસના લાગતા એક સન્નારી સોફા પર બેસીને જમાલ સાથે વાત કરી રહ્યા હતા. હરમને તેમના પર એક નજર નાંખી અને પોતાની કેબીનમાં દાખલ થઇ ગયો અને ચેર પર બેસી ગયો હતો. જમાલ થોડીવારમાં અંદર દાખલ થયો અને હરમનની સામેની ખુરશીમાં ગોઠવાયો હતો. “બોસ, એક વિચિત્ર પ્રકારનો કેસ આવ્યો છે. બહાર પુષ્પાબેન મજમુદાર નામના એક બહેન તમને મળવા આવ્યા છે અને તેમનો કેસ તમને સોંપવા માંગે છે. તમે રજા આપો તો હું એમને તમારી કેબિનમાં બોલાવી લઉં.” જમાલે વાત પૂરી કરી