ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-56

(31)
  • 3.2k
  • 1.8k

અહીં જાનકીવીલામાં બધાં પોતપોતાના કામ પર જવા નીકળી ગયા હતાં.ઘરમાં માત્ર જાનકીદેવી,શ્રીરામ શેખાવત અને શ‍ાંતિપ્રિયા હતાં.શાંતિપ્રિયા શ્રીરામ શેખાવત અને જાનકીદેવી પાસે આવીને બોલ્યા,"રામ,હું મારા ભાઇના ઘરે જવાની હતી પણ તેના ઘરે બધાં બિમાર છે અને તેમણે મને કહ્યું કે હું હમણાં ત્યાં ના આવું તો શું હું અહીં રહી શકું છું? હું સમજું છું કે જાનકીબેનને મારું અહીં રહેવું નહીં ગમે તો જો તમે જે પણ હોય સ્પષ્ટ કહી દો.મને ખરાબ નહીં લાગે.હું પાછી અમદાવાદ જતી રહીશ."શાંતિપ્રિયાબેને કહ્યું. શાંતિપ્રિયાબેને દયામણું મોઢું કરીને કહ્યું જાનકીદેવી તેમની અહીં રહેવાની ચાલ સમજી ગયા પણ તેમણે શ્રીરામ શેખાવત આગળ ખરાબ ના દેખાય અને પોતાના