તારી ધૂનમાં.... - 13 - ખુશીઓની ભીનાશ

  • 2.4k
  • 1k

મમ્મી ને જોતા જાણે ક્રિષ્ના ની નજર ત્યાં જ ફ્રીઝ થઈ જાય છે.મમ્મી ની આંખોમાં પણ તેને જોઈ પાણી આવી જાય છે.ક્રિષ્ના ને તો ખબર જ નથી પડતી ક્યારે તેની આંખોમાંથી આંસુઓ સરી ને તેના ગાલો સુધી આવી જાય છે.મમ્મી ક્રિષ્ના ની પાસે આવી તેના માથે હાથ ફેરવતા તેને ભેટી પડે છે અને ક્રિષ્ના તેના આંસુઓ રોકી નથી શકતી.આટલા દિવસોથી મનના એક ખૂણે દબાવી રાખેલું ગીલ્ટ આજે ઉભરાય રહ્યુ હતુ.ઘર આ રીતે છોડીને આવી જવા માટે તેને પોતાની જાત પર પણ ગુસ્સો આવી રહ્યો હતો.મમ્મી પપ્પા પર શું વીતી હશે!!પપ્પા મમ્મી ને કેટલું બોલ્યા હશે!!સાથે ભાઈ....એ ત્યાં અમેરિકામાં બેઠો બેઠો....આ