પ્રેમ - નફરત - ૧૭

(40)
  • 6.3k
  • 3
  • 4.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭આરવને થયું કે બેમાંથી એક ભાઇ તો આમાં સામેલ નહીં હોય ને? તે પ્રાર્થના કરતો હતો કે કિરણભાઇ ના હોય તો સારું છે. તેણે મનોમન કોઇ અજાણ્યું નામ નીકળે એમ વિચારતાં રચનાની સામે જોઇ કહ્યું:'તારી પાસે નામ છે? તું હજુ નવી છે છતાં તને અમારી કંપનીના માણસોની- વ્યક્તિઓની દાનત વિશે વધારે ખબર છે? હું માની શકતો નથી...' રચના હસી.'તું મજાક કરે છે ને?' આરવને વિશ્વાસ ન હતો.'ના...' રચના ગંભીર થતાં બોલી:'એ નામ છે રચના...' 'શું?' આરવને થયું કે પોતે નામ સાંભળવામાં ભૂલ કરી નથી પરંતુ રચના પોતે હોય એ માની શકાય એમ નથી. રચનાએ પોતે