થોડાં સમય બાદ લક્ષની યોજનાથી અજાણ દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય આવ્યાં અને ભોજન કરીને સુઈ ગયાં.… લક્ષ અને નક્ષ પોતાની પ્રાતઃક્રિયાઓ પતાવી પોતાની કુટિરમાં આવ્યાં. ત્યાં દુષ્યંત, યુયૂત્સુ,અર્જુન અને વિસ્મય ઔષધિની અસરનાં કારણે હજું પણ સૂતાં હતાં.તેઓની તરફ જોઈને લક્ષ અને નક્ષ બંને હસ્યાં અને કુટિરની બહાર ચાલ્યાં ગયાં.બધાં શિષ્યો ક્રીડાંગણમાં એકઠાં થયાં અને ગુરુ સંદીપને પ્રણામ કર્યા.“વિરાટપુત્રો અને વિસ્મય ક્યાં છે?”ગુરુ સંદીપે પૂછ્યું.“ગુરુજી, કાલે સાંજે તેઓ બહું મોડાં આવ્યાં ત્યારે કહેતાં હતાં કે તેઓ થાકી ગયાં છે. માટે કદાચિત તેઓ આરામ કરી રહ્યાં હશે.”નક્ષે કહ્યું.“આરામ?ઠીક છે કરવાં દો તેમને આરામ?”ગુરુ સંદીપે ગુસ્સાથી કહ્યું.આ બધું સાંભળીને આર્યા કોઈને ખબર ન