શંકા ના વમળો ની વચ્ચે - 2

  • 3.2k
  • 1.6k

(2) આખી રાત આમ - તેમ પડખા ફેરવી ને અડધી સુતી અને અડધી જાગતી સોનાલી અચાનક જાગી ગઈ, એણે ઘડિયાળ માં જોયું તો સવાર ના સાડા- પાંચ થયા હતા, એ ઊઠી ને સીધી દરવાજો ખોલી રૂમ ની બહાર અગાસી માં ગઈ. શાંતિ થી ખુરશી માં બેઠી, પાછી ઊભી થઈ, થોડા આંટા માર્યા , અગાસી ની પાળી એ હાથ ટેકવી ને ઉભી રહેતી, પાછી ખુરશી માં બેસી ને સવાર નું આહ્લાદક વાતાવરણ, સૂર્યોદય પહેલાં ની આછા લાલ અને કેસરી