નેહડો ( The heart of Gir ) - 15

(30)
  • 5k
  • 2
  • 3.2k

ફોરેસ્ટ સાહેબનાં ગયા પછી ડાયરો પાછો પોતપોતાની જગ્યાએ આવી બેસી ગયા. ઘડીક બધા મૌન રહ્યા. પછી એક જુવાન માલધારી ગુસ્સાથી લાલચોળ થઈ બોલ્યો, "બોલો લ્યો... પાછાં કયે સે કે દહેક હજાર વળતર મળશે.આપડે રૂપિયા નહિ ભાળ્યા હોય? પસા હાઠ હજારની ભેંહ હતી. સું આપડે દહ હજારનાં વળતર હારું થઈને વાહે મૂકી દેવી? તમારાં હાવજ્યું અમારાં વાડામાંથી માલ કાઢી ને ખાય જાય તોય વાંક અમારો જ? તેને શાંત પાડતા રામુ આપા બોલ્યા, " ભાઈ ખમી ખા. તારું જુવાન લોય તપી જાય. પણ ગર્યમાં રેવું હોય તો તપી નય જાવાનું ને હાવજ્યું ફૂરેસ્ટર શાબુનાં નય.હાવજ્યું આપડા સે.