જયાબેન જાગ્યા ત્યારે બાજુમા સુતેલુ સાત પાઉંડનુ ગોળ નમણુ સર્જન જોતા રહ્યા.નાહીને ઠાકોરજીનેદિવોતો કરવાનો નહોતો પણ પડ્યા પડ્યા મરકી રહ્યા..હરીપ્રસાદભાઇ સવારે રાઉન્ડ મારવા આવ્યાત્યારે લક્ષ્મીમા હાજર થઇ ગયા હતા..."લક્ષ્મી તને ક્યાંય જપ નથી..."કૃષ્ણ અને પાંચાલી જેવો બે ભાઇબહેન વચ્ચેનો અદભુત પ્રેમ હતો એકબીજા ઉપર.છોકરા ઉપર અને જયા ઉપર નજર કરી બાબારામનેગાલે પહેલી ટપલી પડી લક્ષ્મીમાંની.આઠવાગે જટાગોર ટીપણુ લઇને ઓંશરીમા બા સામે બેઠા હતા .જન્માક્ષર બનાવ્યા અને ગ્રહોનક્ષત્રોની ચાલ પાકી કરી બોલ્યા"કાકી...છોકરો બહુ ભાગ્યશાળી છે...મીન રાશી છે એટલે માછલાનીજેમ હતપત બહુ હશે...નામ દચઝથ ઉપર આવશે...જટાગોર દક્ષીણા લઇને ગયા એટલે લક્ષ્મીમાઆનંદથી તાળીયો પાડી ....એકલા એકલા જોરથી બોલ્યા"મારી ચાલીસ વરસની હોંશ પુરી થઇ…….ઇ