કોને ભૂલુંને કોને સમરુ રે - 14

  • 2.7k
  • 1.5k

હરીપ્રસાદભાઇ લક્ષ્મીમાંને એકાતરા ઇંજેક્શન આપવા સવારમા આવે તેમ આજે સવારે આવ્યા ત્યારેલક્ષ્મીમાંએ જયાબેન છુટ્ટા ક્યારે થાશે એમ પુછ્યુ..."લાવો પંચાગ છે ?અમે તો પ્રશ્નોરા બ્રાહમણ અમને બધુ આવડે...અરે જયા આમ ગજારમાં સંતાઇને દાતમા સાડલો ભરાવીને ખી ખી નહી કર નહીતર હમણાંજ ડીલીવરી થઇ જાશે પણ તું મુંજાઇશમાં...આ ડોશી ઝટ જાવાના નથી ...તારા છોકરાને રમાડીને જાશે ...અંહીયા આવ જોઉં...જયાબેનનુ કાંડુપકડી પલ્સ લીધી અંદરની રૂમમા સુવડાવી ચેક કર્યા..."મને એમ ક્યો ,કોને ઉતાવળ છે આ ડોશીનેતને કે તારા જગુને?"જયાબેનતો શરમના માર્યા લાલઘુમ થઇ ગયા ...જવાબ દીધા વગર ગજારમા ગરી ગયા...આ ગજારઘરની વહુઓ માટે ગુફા કે બખોલ જેવુ હતુ જ્યાં બે ઘડી ક્યારેક રડી લેતા