હું આઝાદીની લડાઇમા મુખ્ય મંદિર બનેલુ લક્ષ્મીમાનુ ધર,હવેની કથાને આગળ લઇ જતા પહેલા મારાકેવા દિદાર હતા ઇ કહીશ...કાળીદાસભાઇએ પથ્થર અને રંગુનના બર્માટીકમાંથી મારો દેહઘડેલો.જુની બજારમાંથી હોમગાર્ડ કચેરીની બાજુમાથી વાંકીચુકી સાંકડી ગલ્લી માંથી અંદર આવવુહોય તો એક બાજુ હોમગાર્ડ કચેરીની દિવાલ બીજીબાજુ નિસંતાન નાથાલાલ સંધવી મામાની આગળદુકાન પાછળ ધરને અડીને ડાબી બાજુ વળો એટલે નાનુ નરકોળીયુ(ડેડએન્ડ વાળી ગલ્લી)જે મારાએક દરવાજાને હાઉકલા કરે ત્યારે હોમગાર્ડ કચેરીના મકાન માલીક કલક્ત્તાવાળા રમાબેન હાઉકલાકરતા રહે. ઘરમાં આવો એટલે પાકુ ફળીયુ ડાબી બાજુ મોટી ઓંશરી તેની પાછળ વાડો ...જોવાડામા નાંદ દેખાઇ છે એવી માથોડાભર હાઇટની પીત્તળની નાંદ કાયમ જારના દાણાથી છલોછલ્લહોય એ કાળીદાસબાપા જીવ્યા ત્યાં સુધી