નિયમનો ઝરૂખો..

  • 3.4k
  • 1.3k

દરેક નિયમ નવબીજ વાવે,સારા નિયમથી પ્રાપ્ત થાય સિદ્ધિ;નિયમ જિંદગીને સુખી બનાવે, લાવે જીવનમાં નવી વૃદ્ધિ. કેમ છે ભાઈ ટ્યુશનમાં નથી આવવાનું ખબર તો છે ને "૧૫ તારીખે " પરીક્ષા છે. એવું કહેતા ક્રિશિવનો મિત્ર તેના ઘર આગળથી ટ્યુશનમાં જવા નીકળી ગયો. આ પરીક્ષા પણ મનને ફાવે એમ ગોઠવી દે છે, આ નવા પ્રિન્સિપાલે શાળામાં ભણતા બાળકોને એકવાર પૂછવું તો જોઈએ કે પરીક્ષા અત્યારે લઈએ કે નહિ તમને કોઈ તકલીફ તો નથીને , તબિયત બરાબર છે કે નહિ. આપણે શું જીવનમાં બીજા કોઈ કામ જ ના હોય ?