“ બાબા મલુકદાસ(ગુરુ દેવ મુરારી) "બાબામલુકદાસ કડા જિલ્લો ઇલાહાબાદ (પ્રયાગ) ના હતા તેઓ જ્ઞાતિએ લોહાણા હતા તેઓના પિતાશ્રીનું નામ લાલા સુંદરદાસ કકડ હતું તેમનો જન્મ ૧૬૩૧ ને વૈશાખ વદ પાંચમના દિવસે થયો હતો. મલુકદાસ નાની ઉંમરમાં સાફ સફાઇને માન આપી રસ્તામાં પડેલા કાંટા પથ્થર વિગેરે વીણીને રસ્તો સાફ કરતા આવી સેવાકીય કામગીરી દરમિયાન એક સંતની દ્રષ્ટિ તેના ઉપર પડી જે આ બાળકનું ભવિષ્ય પારખી ગયા જેથી તેની પાછળ પાછળ મલુકદાસના આશ્રય સ્થાન પર આવ્યા અને પિતા સુંદરદાસને કહ્યું તમારો આ પુત્ર મહાન સંત થશે આ સાંભળી મલુકદાસના પિતાએ કહ્યું સંત શું થવાનો એ પૂર્વ જન્મમાં નક્કી ભંગી હશે જેથી સફાઈનું