વસુધા - વસુમાં - પ્રકરણ : 24

(54)
  • 5.7k
  • 3.5k

વસુધા પ્રકરણ : 24 પીતાંબર ડેરીએ દૂધ ભરાવવા ગયો અને વસુધા અને સરલા ધોવાનાં કપડાં વાડામાં લઈને આવ્યાં. સરલાએ પીતાંબરનું પહેરણ જોયું એમાંથી તીવ્ર વાસ આવી રહી હતી એ થોડામાં બધું સમજી ગઈ. પીતાંબર ડેરીએથી આવ્યો બધાં ચા નાસ્તો કરવા સાથે બેઠાં અને સરલાએ સીધુંજ વસુધાની સામે પીતાંબરને પૂછ્યું ભાઈ તું રાત્રે ખેતરે ગયેલો ? સારું કર્યું રાતે પણ ચોકી તો જોઈએજ. ઉભો પાક કોઈ ભેલાણ ના કરે એટલે જરૂરી છે પણ તેં આમ હલકાં કામ ક્યારે શરુ કર્યા ? રાત્રે કેમ પીધેલું ? વસુધા સમજી નહોતી રહી અને પીતાંબર સરલા સામે ના જોઈ શક્યો એણે મોઢું અને આંખો