કારમીણ પથ્થરો આડે બેસેલી કંચન ડરની મારે ધ્રૂજતી હતી. રાતનો તમરાઓનો અવાજ અને વરસાદી વાતાવરણમાં કંચનના પગનાં પોચા ઉપરથી કઈક સરકી ગયું." કોઈ જનાવર નિહરું લાગે સે. " કંચન ઊભી થઈ કૂવા સામે દોડી. કૂવાપાસે રાખેલ ફાનસનું અંજવાળું કરી જોયું ગોઠણ ગોઠણ જેવડા ઉગી નીકળેલા ઘાસની અંદરથી સળવળાટ થતો દેખાયો. "જનાવર હતું. અભાગણને ડંખે નાં માર્યો." કંચન છાતીએ હાથ પછાડતી કૂવાની પાળે બેઠી. રવજીની યાદોને સંભારતી એણે આંખો બંધ કરી . ત્યાં કોઈનો હાથ પોતાના ખંભે સ્પર્શ્યો. કંચન ઝબકી એનું સંતુલન ખોરવાયું અને સુધી કૂવામાં જઈ પડી.જોરદાર ધબાકો થયો. એ ધબકાનો આવજ રાતનાં શાંત વાતાવરણમાં ઘર સુધી