વગડાનાં ફૂલો - 4

  • 3.5k
  • 1.9k

" ગોઝારી ને ભાયડો મર્યો ને પાંખો ફૂટી નીકળી. તે એની જાતની નપાવટ બાઈ . લાવ મારી લાકડી હમણાં ટાંટિયા તોડી નાખું એના. મૂઈ આ મરી ગઈ હોત હારું થાત. ડાકણી મારા દીકરાને ભરખી ગઈ. " જમકુમાની જીભ એના અસલી સ્વરૂપે આવી પહોંચી આખા ઘરમાં જમકુમાનો અવાજ પડઘાતો હતો. એના તોછડાઈ ભર્યા શબ્દોએ સવારના ખુશનુમા વાતાવરણને ડહોળી નાખ્યું. " બા અતારમાં કેની હારે લમણાંઝિક કરોસ. હુ થયું તે હવાર હવારમાં તમે આખ્યાન ચાલુ કરી નાખ્યું." મોહનભાઈ ઓસરીમાં આવી અધખુલ્લી આંખો ચોળતા બોલ્યા. " તે તારે ક્યાં કઈ સે નાક શરમ જેવું. રાતે કોથળીમારીને હુઈ ગ્યો તે હિધી