વગડાનાં ફૂલો - 2

  • 3.7k
  • 2k

વહેલી પરોઢે પંખીઓના કલરવ સંભળાઈ રહ્યા હતા. સૂરજના સોનેરી કિરણો બારીમાંથી પ્રવેશી ઓરડામાં દાખલ થવા લાગ્યા. આંખોમાં આવતાં સૂર્યના કિરણોને રોકવા હથેળી આડી કરી આંખોના બિડાયેલા પોપચાઓને બળજબરી પૂર્વક ખોલતી પૂનમ પથારીમાંથી ઉભી થઇ. આખી રાત કાર્તિકની રાહ જોવામાં કાઢી ક્યારે પોતાને નીંદર આવી ગઈ એ ખબર નાં રઈ. એણે બહાર નીકળી જોયું. કડવીબેન ફરિયું વાળી રહ્યા હતા. મેના ખાટલે સૂતી હતી. પુનમની નજર ઘરની ડેલીએ જઈને અટકી ગઈ. "કાર્તિક! " ઊંડા નિસાસા સાથે એ બોલતા અટકી. ઓસરીની કોરે ઊભેલી પૂનમને જોઈ કડવીબેન સાવરણાને જમીન પર પછાડી. માથે સાડીનો છેડો