સ્વતંત્રતા કે પરવશતા

(12)
  • 3.7k
  • 1.3k

આ વખત નીરજ અને મીરા તેમના પુત્ર સત્વને એના જન્મદિવસના દિવસે રેસ્ટોરન્ટમાં જમવા લઈ ગયાં.રેસ્ટોરાં ખૂબ જ મસ્ત હતું અને એનું જમવાનું પણ એટલું જ સ્વાદિષ્ટ.સત્વ ને ખુબજ મજા પડી ગઈ.સત્વ આઠ વર્ષનો હતો તે ખૂબ જ લાગણીશીલ અને હોશિયાર બાળક હતો.તેનામાં નીરજ અને મીરા ના સંસ્કાર ખૂબ જ સારી રીતે દેખાઈ આવતા.ત્રણેય જમી ને પાછા ફરતા હતા ત્યાં સત્વની નજર એક પક્ષી વેચવાવાળા પર પડી.સત્વ એ એના પપ્પા ને કહ્યું,પપ્પા આ લોકો પક્ષીઓને પાંજરામાં કેમ પકડી ને રાખે છે.બિચારા પક્ષીઓને પાંજરામાં કેમ ગમતું હશે.આપણે એ બે પક્ષી ને ઉડાડી દેવા જોઈએ.નીરજ અને મીરા પોતાના બાળકની વાતો સંભાળી એકબીજા સામે