સવારનો સોનેરી સૂરજ બસ વાદળોમાંથી પોતાનું મુખ બહાર કાઢતો હોય એમ અને જાણે સોનુ વરસાવતો હોય એવો હતો. સાથે પક્ષીઓ ના અવાજ તો ક્યાંક મોરના ટહુકા સંભળાતા હતા.કમળા ઉઠી ને દૈનિક ક્રિયા કરી રોટલી બનાવતી હતી.ત્યાં જ રમેશ ઉઠ્યો ને મોઢું ધોઈને કમળા પાસે બેઠો.કમળા ચા આપે છે, અને રમેશ ચા પીવાની સાથે ઊંડા વિચારોમાં ખોલવાયેલ હોય છે.(બન્ને મૌન છે, રોજના જેવી જ સવાર ઊગી હતી પણ સવારની શરૂઆતમાં ચિંતા બહુ હતી કારણ કે અભય પ્રાઇવેટ શાળામાં ભણવાની જીદ કરેલ ને આ જીદ પુરી કરવા રમેશ સહમત થઈ ગયો આ વાતથી, પરંતુ રમેશ પાસે એટલા પૈસા નહોતા છતાં તેને હા