નેહડો ( The heart of Gir ) - 14

(36)
  • 5.1k
  • 3.2k

ગાડીમાંથી ફોરેસ્ટર સાહેબ ઉતર્યા. સાથે ચાર ગાર્ડ પણ હતા. કોઈની માલિકીનું ઢોરઢાંખરનો શિકાર થાય એટલે ગાર્ડને તુરંત જાણ થઈ જતી હોય છે. તે તેનાં ઉપરી અધિકારી સાહેબને જાણ કરી દે છે. અધિકારી સાહેબ સ્થળ ઉપર જઈને પંચનામું કરે છે. પછી પશુની ઉમર, તેનું સારા નબળાં પણું જોઈ સરકારનાં ધારાધોરણ મુજબ વળતરની કિંમત અંકારાય છે. તેનું ફોર્મ ભરી ઉપર મોકલવામાં આવે છે. ત્યાંથી મંજૂર થઈ આવે એટલે માલધારીને તેનાં મૃત્યુ પામેલા પશુનું વળતર મળી જાય છે. સાહેબને આવેલા જોઈ બધા માલધારી ખાટલેથી ઊભા થઈ ગયા. ગેલાએ સાહેબને આવકાર્યા. ઓરડામાંથી ધોળું ગોદડુંને