આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ :- 83

(106)
  • 6.2k
  • 5
  • 3.8k

આઈ હેટ યું- કહી નહીં શકું પ્રકરણ :- ૮૩ રાજનાં મિત્રો વિરાટ,અમીત, નીશા અને તાન્યા સાથે ગૌરાંગ અંકલને ત્યાં પહોંચ્યાં. રાજની મમ્મી નયનાબેને અમેરીકાનાં એમનાં ખાસ મિત્ર ગૌરવઅંકલના વિશાળ બંગલાનો દરવાજો ખોલી બધાને આનંદથી આવકાર્યા. રાજને ભીની આંખે આવકારી ભેટી પડ્યાં બધાં ઘરમાં આવ્યા અને આષ્ચર્ય થી આંખો પહોળી થઇ ગઈ. મીશાઆંટી અને નયનાબેને આખો દિવાનખંડ ફુલોથો એનાં બુકેથી શણગાર્યો હતો. સવારથી વાતાવરણ ક્લાઉડી હતું એટલે પ્રકાશ ઓછો હતો એનાં કારણે દીવાનખંડની શુશોભિત ગોલ્ડન લાઈટ ઝુમ્મરો પ્રકાશિત હતાં. આખો માહોલ આનંદમય હતો. તાન્યાતો મીશા બહેનને વળગી પડી અને બોલી શું વાત છે આતો સરપ્રાઈઝ છે શું કારણ