( પાર્ટી સ્પેશિયલ ભાગમાં થયા ઘણાબધા ધમાકા...કિઆરાએ આપ્યું રનબીર સાથે ધમાકેદાર પરફોર્મન્સ..જે જોઇ કાયના,એલ્વિસ અને આયાન જેલેસ થયાં.કિઆરા અને અહાનાએ નમિતા તથાં અકીરાને સબક શીખવ્યો.નમિતાએ બધાં સમક્ષ માફી માંગી.એલ્વિસે કિઆરાને અંડર એસ્ટીમેટ કરવા બદલ માફી માંગી.એલ્વિસ દારૂના નશામાં પોતાના નિયમો ભુલીને કિઆરા સાથે શારીરિક સંબંધ બનાવવા જઇ રહ્યો હતો.) બીજા દિવસે સવારે આઠ વાગ્યાની આસપાસ એલ્વિસના બેડરૂમની બારીમાંથી સુર્યના કિરણો રૂમની અંદર પ્રવેશ્યાં.તેની સાથે સહેજ અધખુલ્લી બારીમાંથી ઠંડા પવનની લહેરખી એલ્વિસના ચહેરાને સહેલાવી રહી હતી.સુર્યનો પ્રકાશ તેના સુંદર અને હસમુખા ચહેરા પર પોતાનું તેજ પાથરી રહ્યા હતાં.ઊંઘમાં પણ તેના સુંદર ચહેરા પર ખૂબજ મોહક સ્મિત હતું. સુર્યના કિરણો આંખોને વધુ