કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-14

(35)
  • 11.5k
  • 2
  • 9.8k

ક્રીશા વેદાંશને પૂછી રહી છે કે, "સર, તમે ક્યાંના છો ?" અને વેદાંશ એક નિ:સાસા સાથે પોતાની વાતની શરૂઆત કરે છે જાણે તે પોતાના વિશે કંઇજ કહેવા નથી માંગતો પણ હવે ક્રીશાએ પૂછી જ લીધું છે તો કહ્યા વગર છૂટકો પણ નથી. વેદાંશ: અમે અમદાવાદના જ છીએ અને વર્ષોથી અમદાવાદમાં જ સેટલ છીએ. મારે એક નાનો ભાઈ પણ છે તેણે હમણાં જ ટ્વેલ્થ પાસ કર્યું અને તેણે પણ એન્જીનીયરીંગમાં જ એડમિશન લીધું છે. ક્રીશા વચ્ચે જ બોલી ઉઠે છે, " અને સર તમારા મેરેજ...?? " વેદાંશને ન ગમતો પ્રશ્ન ક્રીશાએ પૂછી લીધો હતો. તે પોતાના ભૂતકાળથી વિખૂટો પડવા માંગતો હતો