પાંડવોનો મહેમાનઆ દેખાય અમારું નિર્ધારિત શિખર. રાત્રીના સાડાત્રણ વાગ્યાનો સુદ ચૌદશની ચાંદનીનો પ્રકાશ બરફાચ્છાદિત શિખરો પર રેલાઈ રહ્યો હતો. ચારે તરફ નીરવ શાંતિ. શહેરમાં રાત્રે હોય એનાથી હજારેક ગણી. અમે બેલ્ટ બાંધ્યા, અમારો વિશાળ ખીલો ખડકમાં ઠોક્યો અને 'હર હર મહાદેવ' કરતા સીધા ખડક પાર ચડવા લાગ્યા. આગળ એક મોટી ખાઈ અને નીચે હિમનદી વહેતી હતી. સહુથી આગળના કેપ્ટને એક સીડી ફેંકી અને સામા ખડક પર અડાવી. અમારે વાંદરાની જેમ ચાર પગે હળવે હળવે સીડીનાં પગથિયાં પકડીને આ ખાઈ ઓળંગવાની હતી. રાત હતી એ સારું હતું. નીચે જુઓ તો હજારેક ફૂટ નીચે ખીણ અને એમાં વહેતી નદી.મારો વારો આવ્યો. મેં