વસુધા - વસુમાં - પ્રકરણ: 23

(66)
  • 5.6k
  • 4
  • 3.5k

વસુધા પ્રકરણ :23 વસુધા અને પીતાંબર રાત્રે સુવા માટે ઉપર રૂમમાં આવ્યાં અને વસુધાએ કહ્યું હું આજે ખુબ થાકી છું મારે સુઈ જઉં છે તમે પણ સુઈ જાવ. પીતાંબરે તું સુઈ જા મારે હજી વાર છે હું હજી તો ખેતરે એક આંટો મારવા જઈશ હમણાંથી ભેલાણ થવા માંડ્યું છે સાલું કોઈ જાનવર છે કે માણસ ખબર નથી પડતી ચાર બાજુ ફેન્સીંગ કરાવી એનાં માટે...તોય.. તું શાંતિથી સુઈ જા. વસુધાએ કહ્યું ઓહ તમારે જવું પણ જરૂરી છે આપણે વાવણીથી શરુ કરી આટલી મહેનત કરીએ અને જાનવર કે કોઈ માણસ એક રાતમાં નુકશાન કરી જાય થોડું ચાલે ? પણ તમે બે માણસોને