પ્રેમરંગ. - 25

  • 2.1k
  • 1.1k

પ્રકરણ-૨૫ શાહિદના ઘરે એક માણસ આવીને ખૂબ જોરથી બરાડા પાડી રહ્યો હતો, "અરે ઓ શાહિદ! સાલા નાલાયક! નીકળ ઘરની બહાર. હું તો તને છોડીશ નહીં. નીકળ સાલાં! બહાર આવ." શાહિદને હજુ સમજાઈ રહ્યું નહોતું કે, કોણ આવી રીતે એના ઘરની બહાર બરાડા પાડે છે? એ બહાર આવ્યો. અને એ આંગંતુકને જોતાં જ ચોંકી ઉઠ્યો. એ આગંતુક બીજું કોઈ નહીં પણ મોહિની અને રેશમનો નાલાયક સગો બાપ હતો. શાહિદ બહાર આવ્યો અને એને જોઈને એ વધુ જોરજોરથી બરાડા પાડવા લાગ્યો, "એ સાલા નાલાયક! ક્યાં છે મારી દીકરી? બોલ ક્યાં છુપાવી છે તે એને? અને ક્યાં છે તારો પેલો જાસૂસ મિત્ર બાદલ?