પ્રેમરંગ. - 15

  • 2.1k
  • 1.2k

પ્રકરણ-૧૫પ્રેમ કપૂર હવે પોતાના માતા પિતાને ત્યાં મળવા આવ્યા હતા. એમણે દરવાજા પરની ડોરબેલ વગાડી. પ્રેમની માતાએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ એમને સામે પ્રેમ કપૂર દેખાયા. પ્રેમને જોઈને એની મા ખૂબ ખુશ થઈ ગઈ. એણે તરત જ પ્રેમને આવકાર આપતા અંદર આવવા કહ્યું, " પ્રેમ! બેટા! અમે બંને તારી જ રાહ જોઈ રહ્યા હતા. હું અને તારા પિતા અમે બંને તને મળવા માટે ખૂબ ઉત્સુક છીએ. તારા પપ્પા તો તને બહુ જ યાદ કરે છે. ઘરના ઉંબરાના દ્વારેથી પ્રવેશ કરતાં જ પ્રેમને પોતાના ઘરની બધી જૂની યાદો તાજી થવા લાગી. હા! આ એ જ ઘર હતું, એ જ આંગણ