પ્રેમરંગ. - 12

  • 2.2k
  • 1
  • 1.4k

પ્રકરણ-૧૨ પ્રેમ કપૂર હવે હોસ્પિટલમાં આવી પહોંચ્યા. હોસ્પિટલમાં આદિલ કુમાર, શાહિદ, ડૉ. રાકેશ અને ડૉ. અનંત બધા જ હાજર હતા. પ્રેમ કપૂર પણ જ્યાં બધા હતા ત્યાં જ આવી પહોંચ્યા. બધાનાં મનમાં અત્યારે અનેક પ્રકારના પ્રશ્નો રમી રહ્યા હતા. અને આજે એ દિવસ હતો કે, જ્યારે બધાં લોકોને કદાચ પોતાના પ્રશ્નોના ઉત્તર મળવાના હતા. મોહિની અત્યારે પોતાના બેડ પર સુતી હતી. ડૉ. અનંત બોલ્યા, "અત્યારે હવે તમે બધાં લોકો બહાર જાઓ. હું જ્યારે મોહિનીને હિપ્નોટાઈઝ કરું ત્યારે અહીં વધુ લોકો હાજર ન રહે તો વધુ સારું. જો વધુ લોકો અહીં હાજર હોય તો એની કદાચ મોહિની પર વિપરીત અસર પણ